એક વર્ષમાં 18 કરોડનો દારૂ પકડાયો, અને જુગારના 1018 કેસ કરાયા, દુષ્કર્મના 152 આરોપીની ધરપકડ
રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા વીતેલા વર્ષ 2025માં જિલ્લામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં એકજ વર્ષમાં 250 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. દારૂૂના 9361 કેસ જયારે હદપારીના 135, પાસાના 75, હથિયારધારાના 15, જુગારના 1018 કેસ કરવામાં આવ્યા હતા. જયારે માદક પદાર્થો અને હેરાફેરીના 20 કેસ અને પી.આઇ.ટી., એનડીપીએસ હેઠળ 4 કેસો કર્યા છે.
પોલીસે વર્ષ દરમિયાન કાળા કાંચના 12465, ઓવર સ્પીડના 459 કેસ કરી 3737 વાહનો ડીટેઇન કર્યા છે. જયારે દારૂૂ પીને વાહન ચલાવતા 807 સામે કાર્યવાહી કરી હતી. જિલ્લામાં સરકારી જમીન ઉપર થયેલા દબાણના 60 કેસોમાં 6.74 કરોડની જમીન ખાલી કરાવી છે. જિલ્લામાં દુષ્કર્મ અને છેડછાડના પોકસો એકટ હેઠળ 152 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુમ થયેલા 64 બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. સાયબર એકટ હેઠળ અરજીમાં 3.33 કરોડની રકમ અરજદારોને પરત અપાવી ઓપરેશન મ્યુલહંટ અંતર્ગત 12 ગુના દાખલ કરી 31 આરોપીઓની ધરપકડ કરી છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન કરવામાં આવેલી કામગીરીના આંકડાઓ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વીતેલા વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વર્ષ દરમિયાન પોલીસે પ્રોહિબિશન એટલે કે દારૂૂના 9,361 કેસ કરી રૂૂપિયા 17.82 કરોડનો દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો. જેમાંથી 15.57 કરોડનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માદક પદાર્થના 20 કેસો કરી 24 આરોપીઓની ધરપકડ કરી રૂૂપિયા 43.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જેમાં પોલીસે જીપીએકટ 55, 57 હેઠળ 135 કેસ કરવામાં આવ્યા હતા. પાસા હેઠળ 75 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. હથિયારધારાના 15 કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે જુગારધારાના 2018 કેસ નોંધાયા હતા. વર્ષ દરમિયાન જિલ્લા પોલીસે માદક પદાર્થની હેરફેરને અટકાવવા માટે ખાસ ફોકસ કર્યું હતું. જે અંતર્ગત પોલીસે માદક પદાર્થના 20 કેસો કરી 24 આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ રૂૂપિયા 43.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માદક પદાર્થનો વેપલો કરતા ચાર આરોપીઓને પીઆઇટી એનડીપીએસ હેઠળ અટકાયત કરી જેલહવાલે કર્યા હતા.પોકસો એક્ટ હેઠળ 152 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ અપહ્યુત 64 બાળકોને શોધી કાઢવામાં આવી હતી. વર્તમાન સમયમાં પોલીસ માટે પડકાર સમાન સાયબર ફ્રોડ સામે પણ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. સાયબર એકટ હેઠળ થયેલી અરજીમાં એકાઉન્ટ ફ્રીજ કરાવી રૂૂ. 3.33 કરોડની રકમ અરજદારોને પરત અપાવી હતી. ઓપરેશન મ્યૂલ હંટ અંતર્ગત 12 ગુના દાખલ કરી 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

