જામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક

જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેમાં અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના…

જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેમાં અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના ભાઈ સમીર અનવર કકલ (ઉ.વ.19) ઉપર હુમલો થતાં બંને ભાઈઓને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, સચાણા ગામમાં આજે બપોરે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.

દરમિયાન અફસાર અનવર કકલ અને તેના ભાઈ સમીર અનવર કકલ ઉપર હુમલો થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બંને ભાઈઓ ઉપર એસિડ એટેક થયો હોવાનું જાહેર કરાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સચાણા ગામે તેમજ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત બંને ભાઈઓની વિગતો મેળવી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.