જામનગર રહેતી એક મહિલા થોડા વર્ષ પહેલાં રાત્રિના સમયે નાસ્તો કરવા ગયા ત્યારે એક શખ્સ બળજબરી થી ઘરે લઈ જઈ મારકૂટ કર્યા પછી દારૂૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. જે ગુન્હામાં અદાલતે આરોપી ને દસ વર્ષ ની સખત કેદ ની સજા અને કુલ રૂૂ.39 હજાર ના દંડ નો હુકમ કર્યો છે.
જામનગરના અંધાશ્રમ આવાસ પાસે રહેતા એક મહિલા અને તેમના ધર્મના ભાઈ થોડા વખત પહેલાં ખંભાળિયા નાકા પાસે રાત્રિના સમયે નાસ્તો કરવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાં આવેલા હિરેનસિંહ વિજયસિંહ ઝાલા નામના શખ્સે મારી પત્ની ક્યા છે ? તેમ પૂછ્યા પછી આ મહિલાના શર્ટનો કોલર પકડી પછાડી દીધા પછી બળજબરીથી પોતાના સ્કૂટરમાં બેસાડી ઘરે લઈ જઈ મારકૂટ કર્યા પછી બળજબરીથી દારૂૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું તેવી ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ જામનગર ની ખાસ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર તરફ થી રોકાયેલા વકિલ મુકેશ જાની એ પચ્ચીસ દસ્તાવેજી પુરાવા, પંદર મોખિક પુરાવા રજૂ કર્યા હતા તેને માન્ય રાખી અદાલતે આરોપી હીરેનસિંહ વિજયસિંહ ઝાલા ને તક્સીરવાન ઠરાવી દસ વર્ષ ની સખત કેદ અને રૂૂ. 39 હજાર નો દંડ ફટકાર્યો છે.

