ધાંગધ્રામાં હત્યાના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

ધાંગધ્રાના ખુનના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઝડપી લીધો હતો. રેંજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓના…

ધાંગધ્રાના ખુનના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઝડપી લીધો હતો. રેંજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રેંજ આઈજીની ટીમના ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમારને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકા હત્યાના ગુનામાં નાસતા-ફરતા આરોપી સંગ્રામભાઇ ઉર્ફે મુન્નો ગોકળભાઇ સાનીયા ધાંગધ્રામાં આવ્યો છે.

જેના આધારે મયુરનગર પાણીની ટાંકી પાસેથી તેને પકડી પાડી સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
રેંજ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી પી.આઈ અપૂર્વ પટેલ,પિએઆઇ પી.એન.મોરી, પીએસઆઈ બી.સી.મીયાત્રા, પી.સી.સરતેજા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિહ ચુડાસમા, સંદિપસિહ રાઠોડ હેડકોન્સ. રાજદીપસિહ ઝાલા, દીલીપસિહ સીંધવ, ફતેસંગ પરમારે કામગીરી કરી હતી.