જામનગર સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

  જામનગર જિલ્લાના એક પરિવારની 15 વર્ષ ની સગીરા નું ત્રણ વર્ષ પહેલાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 20 વર્ષ ની કેદ…

 

જામનગર જિલ્લાના એક પરિવારની 15 વર્ષ ની સગીરા નું ત્રણ વર્ષ પહેલાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 20 વર્ષ ની કેદ ની સજા ફટકારી છે.

જામનગર જિલ્લા ના એક ગામ માં રહેતા પરિવાર ની 15 વર્ષ ની પુત્રી નું વર્ષ 2022 માં વિજય રમેશભાઈ પરમાર નામના શખ્સે લગ્ન કરવા ની લાલચ આપી અપહરણ કરી લીધુ હતું. આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાયા પછી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

આ શખ્સ તે સગીરા ને ઉપલેટા, અમદાવાદ, વાપી વગેરે સ્થળે લઈ ગયો હતો અને ત્યાં તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આથી પોલીસે આરોપી દુષ્કરમે ની કલમ નો ઉમેરો કરી ને અદાલત માં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ જામનગર ની ખાસ પોક્સો અદાલત માં ચાલી જતા અદાલતે આરોપી વિજય પરમાર ને તકસીરવાન ઠરાવી 20 વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.તેમજ ભોગ બનનાર સગીરા ને કમ્પેઈન્સેશન માંથી રૂૂ.4 લાખનું વળતર આપવા નો પણ આદેશ કર્યો છે.