કેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલ

  શહેરની ભાગોળે બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના…

 

શહેરની ભાગોળે બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના શખ્સે ચા-નાસ્તાની કેન્ટીનમાંથી બાયટિંગ (સુકો નાસ્તો) આપવાનું જણાવતા, મહિલાએ કેન્ટીન બંધ થઈ ગઈ હોય ના પાડતા સંજયે મહિલાને ગાળો આપી વાંસાના ભાગે તથા છાતી તથા ગળાના ભાગે અડપલા કરી જાતીય સતામણી કરી ભાગી છુટ્યો હોવાના મતલબની મહિલાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ કરનાર અમલદારે લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી જરૂૂરી પંચનામા કરી તપાસના અંતે આરોપી વિરૂૂદ્ધ પુરતો પુરાવો જણાતા ભારતીય દંડ સંહિતાની કલમ-354, 354 (ક)(ખ), 504, 448 મુજબના ગુનાનું ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ – 173 હેઠળ આંક-1થી ચાર્જશીટ દાખલ કર્યું હતું.

બાદમાં કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા તપાસની પોલીસ અધિકાર દ્વારા રજૂ કરેલા કાગળો, તપાસની વિગત તેમજ મદદનીશ સરકારી વકીલ પૂજા એસ. જોષી દ્વારા કરાયેલી રજૂઆતો દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર. જગુવાલાએ આરોપી સંજય દિનેશભાઇ મકવાણાને આઇપીસી 354 હેઠળના ગુનામાં તકસીર વાર ઠરાવી બે વર્ષની કેદ અને રૂૂ.5,000 દંડ ઉપરાંત 448 ના ગુનામાં છ માસની કેદને રૂૂ. 500 દંડ ફટકારી દંડની રકમમાંથી રૂૂ.5000 ફરિયાદી પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ પૂજા એસ. જોષી રોકાયા હતા