ગુજરાત

પ્રમુખસ્વામી માર્ગ ઓવરબ્રિજ પર અકસ્માત, બાઈકચાલક ઘાયલ

Published

on


જામનગર શહેરના દિગજામ સર્કલથી સમર્પણ જતા પ્રમુખસ્વામી મહારાજ માર્ગ પરના ઓવરબ્રિજ પર આજે સવારે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી મહાનગરપાલિકા કમિશનર દ્વારા ચાર દિવસ માટે વનવે વાહનવ્યવહાર શરૂૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ અમલમાં આવ્યાના પ્રથમ દિવસે જ એક ઈનોવા કાર અને એક બાઈક વચ્ચે અથડામણ થઈ હતી.

આ અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘાયલને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે વનવે વાહનવ્યવહારને કારણે થતી અસુવિધામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version