Site icon Gujarat Mirror

અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત

 

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર શનિવારે (11 ઓક્ટોબર) વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ગંભીરસિંહ સોલંકીનું કરૂૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, એસેઆઇ ગંભીરસિંહ અને ટેમ્પો ચાલક ભાયલા ગામ નજીકથી લોડિંગ ટેમ્પોમાં સવાર થઈને બાવળાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા. ભાયલા ગામ પાસે અચાનક ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને પોલીસકર્મી ગંભીરસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બાવળાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન અજઈં ગંભીરસિંહ સોલંકીનું દુ:ખદ નિધન થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ બગોદરા અને કેરાળા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતક પોલીસકર્મી ગંભીરસિંહના પાર્થિવ દેહનું બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. ફરજ પરના પોલીસકર્મીના આકસ્મિક અને દુ:ખદ અવસાનથી પોલીસ પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

Exit mobile version