Site icon Gujarat Mirror

મેટોડા જીઆઇડીસીના ગેઇટ પાસે અકસ્માત: દંપતિ ખંડિત, પતિનું મોત

રાજકોટ શહેરના હરીપર પાળ ગામે આવેલી વેલટેક હાઇડ્રોલીક કંપનીમાં રહેતા યુવાન અને તેમની પત્ની ગઇકાલે શાકભાજી લેવા માટે મેટોડા તરફ જતા હતા ત્યારે અકસ્માત થતા બંન્ને ઇજા પહોંચી હતી. જેમાં રાજુની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

વધુ વિગતો મુજબ હરીપર પાળ ગામે રહેતા રાજુભાઇ જવાહરલાલ કશ્યપ (ઉ.વ.37) નામનો યુવાન ગઇકાલે રાત્રીના સમયે તેમની પત્ની પૂજાબેન સાથે મેટોડામાં શાકભાજી લેવા માટે જતો હતો ત્યારે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.3ની સામે અકસ્માત થતા બંન્ને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. રાજુને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ મેળ ઉત્તરપ્રદેશના વતની છે તેમજ આ ઘટનામાં ટ્રકે સર્જયો હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Exit mobile version