Site icon Gujarat Mirror

રેસકોર્ષ રીંગરોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત

શહેરમાં રેસકોર્સ રીંગ રોડ ઉપર રવિવારે રાત્રે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા થઇ ન હતી. સર્કીટ હાઉસ તરફથી આવતી એક કાર ગેલેક્સી એપાર્ટમેન્ટ નજીક પૂરપાટ ઝડપે દોડતી અન્ય એક કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે બંને કારમાં બેઠેલા તમામનો આબાદ બચાવ થયો છે. રવિવારને કરને રેસકોર્સ રીંગ રોડ ઉપર ટ્રાફિક વચ્ચે આ અકસ્માતની સનસનાટીભરી ઘટના બની હતી. રેસકોર્સ રીંગ રોડ પર સામાન્ય રીતે રવિવારે મોડી રાત સુધી લોકોની અવરજવર હોય છે.

સર્કીટ હાઉસ તરફથી આવતા કારચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો, જે દરમિયાન તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રેસકોર્સ રીંગ રોડ ઉપર પસાર થતી બીજી કાર સાથે તેની કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. રેસકોર્સ રીંગ રોડ ઉપર રવિવારે કાર વચ્ચે અકસ્માત સર્જ્યો હોય આ ઘટના બાદ ટ્રાફિક જામ થઇ ગયો હતો, અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પહોચ્યો હતો અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Exit mobile version