ઉના વેરાવળ રોડ પર નગરપાલિકાના ટેમ્પો અને સ્કૂટર વચ્ચે અકસ્માત

ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ એમ.આર.એફ.ના શો રૂૂમ પાસે આજે સવારે એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી જેમાં નગર પાલિકાનું ઝાડ કાપવા માટેનો ટેમ્પો…

ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ એમ.આર.એફ.ના શો રૂૂમ પાસે આજે સવારે એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી જેમાં નગર પાલિકાનું ઝાડ કાપવા માટેનો ટેમ્પો રોડની સાઇડ પર ઉભો રાખી કર્મચારી ઝાડની ડાળી ઓનું કટીંગ કરી રહ્યા હતા એ વખતે ઉનાથી વેરાવળ રોડ તરફ જ્યુપિટર લઈને ઓવર સ્પીડે પૂરપાટ જતો યુવાનને પોતાનો જ્યુપિટર પરનો કાબુ ગુમાવતા નગરપાલિકાના વાહન સાથે આગળના ભાગે ધડાકા ભેર અથડાતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હતો અને જ્યુપિટરના આગળના ભાગ નો કચ્ચરઘાણ નીકળી ગયેલ અને સ્પીડ મીટર પણ બહાર નીકળી ગયેલ સ્પીડ મીટર પર સ્પીડ 60ની બતાવતી હોવાનું દેખાય આવેલ હતું ગંભીર રીતે ઇજા પામનાર ઇજાગ્રસ્ત યુવાનનું નામ વિષ્ણુ વિજય ઉમર વર્ષ 25 હોવાનું જાણવા મળેલ છે આ યુવાન ઉના શહેરથી વેરાવળ રોડ તરફ જઈ રહ્યો હતો અને નગર પાલિકાનું વાહન શહેરની હદમાં ઊભું હોય એ વખતે અકસ્માતની ઘટના બની હોય ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ બાદમાં ખાનગી હોસ્પિટલે વધુ સારવાર અર્થે ખસેડેલ પરંતુ યુવાનની ઇજા વધુ ગંભીર હોવાથી આગળની વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અકસ્માતની ઘટના બનતા સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા.