ગુજરાત

ACB નો સપાટો: તલાટી મંત્રી, સરપંચના પતિ અને વર્ક મેનેજરને લાંચ લેતા ઝડપ્યા

Published

on

મોરબીમાં બાંધકામ મંજૂરી માટે સરપંચના પતિ અને તલાટીમંત્રી 50 હજારની લાંચ લેતા ઝડપાયા

મનરેગા યોજનામાં ચૂકવણીના પૈસા મંજૂર કરવા આસિસ્ટન્ટ વર્ક મેનેજર 3500ની લાંચ લેતા પકડાયો

રાજયની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છેલ્લા ઘણા દિવસોમાં લાંચીયા અધિકારીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબીાં સરપંચના પતિ અને તલાટી મંત્રી બાંધકામની મંજુરી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. જયારે ભાણવડમાં સરકારી મનરેગા યોજના હેઠળની રકમ મેળવવા અને મંજુર કરાવવા આસિસ્ટન્ટ વર્ક મેનેજર 3500ની લાંચ લેતા ઝડપાયો હતો.


મુજબ મોરબીના ઘૂટું ગામે બિનખેતી થયેલ પ્લોટ આશરે 4 વીઘાની જગ્યામાં લાકડાના પ્લેટ બનાવવાનું યુનિટ ઉભું કરવાનું હોય જેથી બાંધકામ કરવા માટે ઘૂટું ગ્રામ પંચાયત પાસે મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરતા તલાટી કમ મંત્રી અને ઘૂટું ગામના સરપંચના પતિ એમ બંનેએ બાંધકામ મંજુરી અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂૂ 50 હજારની લાંચની માંગ કરી હતી .

જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી મોરબી એ.સી.બી. માં ફરિયાદ કરી હતી.જેથી એસીબી ટીમે ટ્રેપ ગોઠવી હતી રાજકોટ એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ એમ લાલીવાલાની ટીમે ઘૂટું ગ્રામ પંચાયત કચેરીએ છટકું ગોઠવ્યું હતું જ્યાં તલાટી કમ મંત્રી વિમલભાઈ સુંદરજીભાઈ ચંદ્રોલા 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો. અને ઘૂટું ગામના સરપંચના પતિ દેવજીભાઈ હરખાભાઇ પરેચા મદદગારી કરતા સ્થળ પરથી ઝડપાયા હતા એસીબી ટીમે તલાટી મંત્રી અને સરપંચના પતિ એમ બંને આરોપીને ઝડપી લઈને 50 હજારની લાંચની રકમ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી ધરી હતી.

બીજી ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો. સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી.

જ્યારે બાકી રહેતા રૂૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે શુક્રવારે સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો. આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version