ગુજરાત
112 પોલીસ ડિવિઝનમાં સીપીઆઈની પોસ્ટ નાબૂદ, ડીવાયએસપીની દેખરેખમાં માળખાની રચના
ડીવાયએસપી કક્ષાના 67 ડિવિઝન કાર્યરત, વધુ 45 નવી જગ્યાને મંજૂરી
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વધુ અસરકારક વ્યવસ્થા ગોઠવાય તે માટે મહેસૂલ વિભાગની એટીવીટી પેટર્ન મુજબનું માળખું રચવા અને પ્રવર્તમાન સીપીઆઈનું માળખું રદ કરી ડીવાયએસપીની દેખરેખ હેઠળનું માળખુ રચવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી.
આ બાબતે વર્ષ 2016-17 માં દરખાસ્ત થઈ હતી જેમાં પુખ્ત વિચારણાને અંતે સરકારે મંજૂરી આપતા પ્રવર્તમાન સીપીઆઈનું માળખું રદ કરી એસડીપીઓની દેખરેખ હેઠળનું માળખુ રચવાનો નિર્ણય લેવાયો છે.
નવા નિર્ણય પ્રમાણે પશ્ચિમ કચ્છમાં મુન્દ્રા અને નલિયામાં નવા બે સબ ડિવિઝન મંજૂર કરાયા છે આ સાથે બંને સ્થળોએ નવી કચેરી બનશે.જેથી પશ્ચિમ કચ્છમા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દળને વિશેષ ફાયદો થશે.
હાલે પશ્ચિમ કચ્છમાં ભુજ અને નખત્રાણા એમ બે ડિવિઝન છે આ બંને ડિવિઝનનું વિસ્તરણ કરી વધારાના બે ડિવિઝન મંજુર કરાયા છે કુલ 4 ડિવિઝનથી પોલીસ દળમાં કાર્યો વધુ ઝડપી થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના કુલ 112 ડિવિઝનો જોઇએ. હાલ રાજ્યમાં 67 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ડિવિઝન કાર્ય2ત છે.
જેથી બાકી રહેતાં 45 ડિવિઝન માટે નાયબ પોલીસ અધિક્ષક, વર્ગ-1ની 45 નવી જગ્યા ઊભી ક2વા મંજૂરી અપાઈ છે.
જેમાં પશ્ચિમ કચ્છમાં મુન્દ્રા અને નલિયા સબ ડિવિઝન કચેરી મંજૂર કરાઈ છે જેથી પશ્ચિમ કચ્છને વધુ બે ડીવાયએસપી મળશે.લાંબા સમયની માંગ આખરે સંતોષાઇ છે જેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે.
મુન્દ્રા ડિવિઝનમાં મુન્દ્રા-માંડવી તાલુકાના પોલીસ સ્ટેશન જ્યારે નલિયા ડિવિઝનમાં અબડાસા તાલુકાના પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરાયો છે.
આ બંને સ્થળોએ નવી ઇમારત બનાવાશે જે માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશનને સત્વરે કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે દ2મ્યાનમાં કચેરી કાર્ય2ત કરવા અંગે આંતરીક વ્યવસ્થા કરાશે.