અભિષેક બચ્ચનની યુરોપિયન T20 પ્રીમિયર લીગ ઓગસ્ટમાં શરૂ થશે

આ લીગને નેધરલેન્ડ, આયરલેન્ડ અને સ્કોટલેન્ડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે લાંબા સમયથી વિલંબિત યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) આ વર્ષે શરૂૂ થવાની તૈયારીમાં છે.…

આ લીગને નેધરલેન્ડ, આયરલેન્ડ અને સ્કોટલેન્ડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે

લાંબા સમયથી વિલંબિત યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) આ વર્ષે શરૂૂ થવાની તૈયારીમાં છે. ઍક્ટર અભિષેક બચ્ચનની માલિકીવાળી આ ટીમોની લીગ 26 ઑગસ્ટથી શરૂૂ થશે. ICC દ્વારા મંજૂર કરાયેલી આ વૈશ્વિક મલ્ટિ-ક્ધટ્રી ફ્રેન્ચાઇઝ લીગ છે જેને નેધરલેન્ડ્સ , આયરલેન્ડ અને સ્કોટલેન્ડના ક્રિકેટ બોર્ડ દ્વારા સમર્થન આવ્યું છે.

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આઇરિશ વુલ્વ્સનો માલિક બન્યો છે; જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઑસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વો અને પાંચ વખતના વર્લ્ડ પ્લેયર ઑફ ધ યર અને ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ જેમી ડ્વાયર ઍમ્સ્ટરડેમ ટીમના તથા ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેકલમનો ભાઈ નેથન બ્રેન્ડન મેકલમ અને ન્યુ ઝીલેન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કાઇલ મિલ્સ એડિનબર્ગ ટીમના માલિક બન્યા છે. બાકીની ત્રણ ટીમના માલિક આવતા મહિને જાહેર થશે.