દેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયા

થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે…

થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે થયેલી બદલી બાદ તેમની જગ્યાએ નવસારીથી નવયુવાન આઈ.એ.એસ. અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર થયો હતો. જ્યારે ગુરુવારે રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક ઓર્ડરમાં ઉપરોક્ત નિયુક્તિને રદ કરવામાં આવી છે. જ્યારે અહીંના ડી.ડી.ઓ. તરીકે ગાંધીનગરથી જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સિનિયર આઈ.એ.એસ. અધિકારી શ્રી એ.બી. પાંડોરની નિમણુંક કરવામાં આવી છે.