Site icon Gujarat Mirror

પહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેર

મહાપાલિકાઓના 155, જિલ્લા પંચાયતોના 108, તાલુકા પંચાયતોના 142 અને નગરપાલિકાઓના 90 ઉમેદવારો જાહેર કરી દેતા રાજકીય ગરમાવો

ગુજરાતમાં પાલિકા- મહાપાલિકા તેમજ જિલ્લા- તાલુકા પંચાયતોની ચુંટણી જાહેર થાય અને ભાજપ- કોંગ્રેસ સહીતના મુખ્ય પર્ક્ષે ઉમેદવારો નકકી કરે તે પહેલા આમ આદમી પાર્ટીએ પાલિકા- મહાપાલિકા- જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના કુલ 495 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચુંટણીના ચકરાવામાં ગરમાવો લાવી દીધો છે.

આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતોના 108, તાલુકા પંચાયતોના 142, મહાનગર પાલિકાઓના 155 અને નગરપાલિકાઓના 90 ઉમેદવારો જાહેર કરીને પહેલો ઘા ઝીંકી દીધો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મને ખૂબ આનંદ થાય છે.

આપ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે.

આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે ગુજરાતમાં એક નવો સૂર્યોદય થયો છે. 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે. હું તમામ 460થી વધુ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ નવી રાજનીતિને ગુજરાતની જનતા જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સ્વીકારશે એવી હું આશા અને પ્રાર્થના કરું છું.

રાજકોટ મનપામાં કોને કોને ટિકિટ?

વોર્ડ ઉમેદવાર
વોર્ડ નં.4 રિદ્ધિ મેતરીયા
વોર્ડ નં.4 જાગાણી અવની
વોર્ડ નં.4 રાબીડયા હાર્દિક
વોર્ડ નં.4 ભુવા રાહુલ
વોર્ડ નં.5 અજાણી નીતાબેન
વોર્ડ નં.5 દુધાગરા અશોકભાઇ
વોર્ડ નં.6 ભદાણીયા જયદીપ
વોર્ડ નં.6 રામાણી કુલદીપ
વોર્ડ નં.6 પારધી મંજુલાબેન
વોર્ડ નં.6 જાગાણી નરેન્દ્રભાઇ
વોર્ડ નં.18 રાજેશ વિઠ્ઠલભાઇ
વોર્ડ નં.18 સુરજ બગડા
વોર્ડ નં.14 ગોહેલ શીતલબેન
વોર્ડ નં.17 પીપળીયા વિનોદભાઇ
વોર્ડ નં.17 નૈયા પ્રણવ
વોર્ડ નં.8 દિનેશભાઇ જોશી
વોર્ડ નં.8 શિવલાલ બરાસીયા
વોર્ડ નં.1 પાણખાણીયા ગૌરીબેન
વોર્ડ નં.1 કણજારીયા વાલજી

Exit mobile version