Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ‘આપ’નું આહ્વાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

આ મુદ્દે ખંભાળિયામાં ગુરુવારે યોજાયેલી એક ખાસ બેઠકમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિઓ આ ચૂંટણીઓમાં ભાગ લેવા માંગતા હોય, તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને ખંભાળિયા ખાતે આવેલા આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં જમા કરાવવું. વધુમાં, ઉમેદવારી ફોર્મ વોટ્સએપ નંબર 99989 06014 અને 96627 87600 પર પણ મોકલી શકાય છે, જેથી તમારી ઉમેદવારીની નોંધણી થઈ શકે. આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના નાગરિકોને આ ચૂંટણીમાં સક્રિય ભાગીદારી કરવા અને પ્રામાણિક તેમજ જનહિત માટે કાર્ય કરવા ઈચ્છતા ઉમેદવારોને આગળ આવવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ઉપરોક્ત વોટ્સએપ નંબર અથવા જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરવા પણ વધુમાં જણાવાયું છે.

Exit mobile version