Site icon Gujarat Mirror

મોરબીમાં શ્રમિક યુવકને સહકર્મીઓએ માર માર્યો

મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકને સહકર્મીઓએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં જુના રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતાં રાજકિશોર મોજેલાલ રાય નામનો 22 વર્ષનો બિહારી યુવાન કામ કરતો હતો ત્યારે સહકર્મીઓએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના મોટાદડવા ગામે રહેતાં જીતેન કાદુભાઈ કનેશ નામનાં 25 વર્ષના યુવાનને કોઈ અગમ્ય કારણોસર ધીરૂભાઈ બુટાણીની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version