ગુજરાત
ગાય આડી ઉતરતા ઘવાયેલા સ્કૂટરચાલક યુવાનનું મોત
શહેરની દૂઘસાગર રોડ પર માજોડીનગરમાં રહેતો હસેન હુસેનભાઇ શાહમદાર (ઉ.વ.21) નામનો યુવાન ગતતા.29ના સવારે પોતાનુ સ્કૂટર લઇ જતો હતો ત્યારે કુવાડવા રોડ પર કારના શોરૂમ પાસે પહોંચતા રસ્તા વચ્ચે ગાય આડી ઉતરતા સ્કૂટર સ્લીપ ખાઇ જતા અકસ્માત સર્જાયો હોત. જેમા સ્કૂટર ચાલક હસનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેનુ ચાલુ સારવાર દરમિયાન આજે મોત નીપજ્યુ હતુ આ અંગે સિવિલ ચોકીના સ્ફાટે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હતો અને ભંગારના ડેલામાં કામ કરતો હતો. બનાવના દિવસે તે બાઇક લઇ કામે જતો હતો. ત્યારે ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.