Site icon Gujarat Mirror

ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકી

ગોંડલ ચોકડી ખાતે આવેલા માતૃ કૃપા ટ્રાવેલ્સમા નોકરી કરતા યુવાનને ગાળો આપી છરીનાં ઘા ઝીકી પતાવી દૃેવાની ધમકી આપવામા આવતા આજીડેમ પોલીસ મથકમા આરોપી સામે ગુનો નોંધવામા આવ્યો છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમ પ્રિયદર્શિની સોસાયટીમાં રહેતા ખંતીલભાઈ મહેશભાઈ ગોહિલ(ઉં.વ.23)દ્વારા આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ગોસ્વામીનું નામ આપ્યું હતું.

ખંતીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ગોંડલ ચોકડી ખાતે આવેલ માતૃકૃપા ટ્રાવેલ્સમાં ચારેક વર્ષથી નોકરી કરે છે. રાજ ગોસ્વામીનો ભાઈ રવિ ગોસ્વામી તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, તને શેની હવા છે તારી સાથે લપ કરવાની થાય છે. તેમ કહીને ગાળો ભાંડતા સાથે નોકરી કરતા અન્ય મિત્રો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા.

ત્યારે જતા જતા આ રવિ ગોસ્વામીએ કહ્યું કે, તને તો છરીના ઘોદા મારીને પતાવી જ દેવો છે. તેમ કહી ધમકી દેતા આ મામલે આજી ડેમ પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version