Site icon Gujarat Mirror

સેલ્ફ કારનો વ્યવસાય કરતા યુવાનની થાર સહિત બે કાર ભાડે લઇ પરત ન આપી ઠગાઇ

રાજકોટમાંથી કાર ભાડે આપવાનું કામ કરતા યુવાન સહિત બે પાસેથી થાર અને અર્ટીગા કાર દર્પણ મનસુખલાલ મણવર (રહે. રિવેરા હોમ્સ ફલેટ નં. 301, મવડી હેડ ક્વાર્ટર પાસે) ભાડે લઇ ગયા બાદ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીગ્રામ પોલીસે આ અંગે માધાપર ચોકડી પાસે રાજા મેભાઈ નામે ભાગીદારીમાં પેઢી ધરાવી ગાડીઓ ભાડે આપવાનું કામ કરતા હરપાલસિંહ વિક્રમસિંહ ઝાલા (રહે. રેલનગર સોસાયટી)ની ફરિયાદ પરથી દર્પણ મણવર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે,હરપાલસિંહને રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડી પાસે શક્તિ હોટલ ખાતે રાજા મોમાઈ સેલ્ફ કાર નામની પેઢીમાં ભાગીદાર તરીકે રહી ગાડીઓ ભાડે આપવાનો વ્યવસાય કરે છે.તેમની સાથે રાજા મોમાઇ પેઢીમાં ભાગીદારમાં યુવરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, રવિભાઈ સુરેશભાઈ અગ્રાવત, મુકેશભાઈ સાગઠીયા છે.

ભાગીદાર રવિભાઈ સુરેશભાઈ અગ્રાવતના સગા રાજેશભાઈ છગનભાઈ નીમાવતની માલિકીની મહીન્દ્રા કંપનીની થાર એક દિવસના રૂૂ.4500/- ભા ડાપેટે દર્પણકુમાર મણવરએ તેઓની પાસે એચ.ડી.એફ.સી. બેંકના ચેક, તેના ઘરના લાઈટબીલ, આધાર કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્સની નકલ થાર ગાડીની અવેજી પેટે આપી થા2 ગાડી વિશ્વાસ અપાવી લઈ જઈ તેમજ ઓળખીતા ગીતાબેન મનુભાઈ ચૌહાણ કે જેની અર્ટીગા ગાડી રૂૂ.3000/- ભાડા પેટે દર્પણકુમાર મણવરે તેઓ પાસે એચ.ડી.એફ.સી. બેંકના ચેક તથા આધારકાર્ડ આપી વિશ્વાસમાં લઈ અટીકા ગાડી જઇ પરત ન આપી વિશ્વાસઘાત કરેલ હોય જેથી દર્પણકુમાર મનસુખલાલ મણવર તેમજ તપાસમાં ખુલ્લે તેમના તે અન્ય વિરુધ્ધ ફરીયાદ છે.આરોપી ગાડી ભાડે લઈ ગયા બાદ બંને વાહનના જીપીએસ બંધ કરી ગાડી પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી.

Exit mobile version