હોટલમાં સમલૈગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં રહસ્યમય મોત

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક હોટલમાં સમલૈંગિક સંબંધ (ગે રિલેશનશિપ) બાંધવાના ઈરાદે આવેલા બે…

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક હોટલમાં સમલૈંગિક સંબંધ (ગે રિલેશનશિપ) બાંધવાના ઈરાદે આવેલા બે યુવાનો પૈકી એક યુવાનનું હોટલના શૌચાલયમાં અકસ્માતે પડી જવાના કારણે મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મૃતકની સાથે રહેલા અન્ય યુવાનની અટકાયત કરી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગુલામ મુસ્તફા (ઉંમર 29 વર્ષ) અને કિશન વસાવા નામના બે યુવાનો સોશિયલ મીડિયા પર એક ડેટીંગ એપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને યુવાનો સમલૈંગિક (ગે) હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એપ પર મિત્રતા થયા બાદ બંનેએ રૂૂબરૂૂ મળવાનું નક્કી કર્યું હતું.

સમલૈંગિક સંબંધ બાંધવાના હેતુથી બંને યુવાનો વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ’હોટેલ વિન્ટેજ ઇન’ માં આવ્યા હતા અને ત્યાં તેમણે રૂૂમ નંબર 304 બુક કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ગુલામ મુસ્તફા હોટલના રૂૂમના શૌચાલયમાં ગયો હતો, જ્યાં અચાનક પડી જવાના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતક ગુલામ મુસ્તફાએ કોઈ નશો કર્યો હોઈ શકે છે.

નશાની હાલતમાં સંતુલન ગુમાવી બેસતા તે શૌચાલયમાં પટકાયો હોવાની સંભાવના છે.
હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક ગુલામ મુસ્તફાના મૃતદેહનો કબજો મેળવીને મોતનું ચોક્કસ અને સત્તાવાર કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ સાથે જ પોલીસે રૂૂમમાં હાજર રહેલા કિશન વસાવાની અટકાયત કરી લીધી છે. અને શૌચાલયમાં ખરેખર શું બન્યું હતું અને મૃતકે નશો કર્યો હતો કે કેમ, તે અંગે કિશનની સઘન પૂછપરછ ચાલી રહી છે.