Site icon Gujarat Mirror

રાજકોટથી અજમેર ઉર્ષમાં ગયેલા યુવાનને મામાએ ચાલુ કારે માર માર્યાનો આક્ષેપ

રાજકોટમાં રહેતો યુવાન તેના મામા સહિતના મિત્રો સાથે અજમેર ઉર્ષમાં ગયો હતો ત્યારે રાજસ્થાનના સિરોઈ પાસે મામાએ ઝઘડો કરી ચાલુ કારે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલી વોરા સોસાયટીમાં રહેતો ઈમરાન યાસીનભાઈ શેખ (ઉ.27) ગત તા.28નાં રોજ રાત્રીનાં બે વાગ્યે સિરોઈ ગામ પાસે હતો ત્યારે તેના મામા નિશાંતે ઢીકાપાટુનો માર મારી જબરદસ્તીથી કારમાં બેસાડી ઘરે મુકી ગયા હતાં અને બાદમાં યુવક ભાનમાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઈમરાન મામા સહિતના મિત્રો સાથે ઉર્ષમાં ગયો હાતે ત્યારે મામાએ ચાલુ કારે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગોંડલના શિવરાજગઢ ગામે રહેતા છગનભાઈ ધનાભાઈ વાઘેલા (ઉ.40) સાથે તેના ભત્રીજા આદુભાઈએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version