Site icon Gujarat Mirror

મિત્રને વ્યાજે રૂપિયા અપાવી ફસાયેલા યુવાનને ફિનાઇલ પીવાનો વારો આવ્યો

 

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગરમાં રહેતાં જયેશ કાનાભાઇ દાફડા (ઉ.વ.29) નામના યુવાને બાથરૂૂમ સાફ કરવાનું લિક્વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. રિક્ષા લેવા માટે જયેશે પોતાના મિત્ર કારીયાને બીજા પાસેથી રૂૂ.30 હજાર વ્યાજે લઇ દીધા હતાં. આ રકમ જયેશે ચુકવી દીધી હોઇ તેણે મિત્ર પાસે રકમ માંગતા તે આપતો ન હોઇ અને ઉલ્ટાનું ફરી બીજા પાસેથી રકમ લેવા માટે જયેશનું એક્ટીવા મુકાવી નાણા ખાઇ ગયો હોઇ આ કારણે કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગરમાં રહેતો જયેશ દાફડા રાતે નવેક વાગ્યે બાથરૂૂમ સાફ કરવાનું લિક્વીડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ બી-ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જયેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

જયેશના સગાના કહેવા મુજબ જયેશે થોડા સમય પહેલા તેના મિત્ર કાળીયાને રિક્ષા લેવા કે રિપેર કરવા માટે પૈસાની જરૂૂર હોઇ જયેશ પાસે ન હોઇ તેણે મોટા મવાના શખ્સ પાસેથી રૂૂ.30 હજાર વ્યાજે આપાવ્યા હતાં. પણ બાદમાં મિત્ર કાળીયો વ્યાજ ભરતો ન હોઇ ઉઘરાણી થતાં ઉછીઉધાર કરી જયેશે આ રકમ ભરપાઇ કરી દીધી હતી. બાદમાં તેણે મિત્ર પાસે આ રકમ માંગતા મિત્રએ પોતાની પાસે નથી પણ તું તારુ એક્ટીવા દે તો તેના પર રકમ લઇ આપુ તેમ કહી જયેશનું એક્ટીવા લઇ જઇ ગીરવે મુકી અથવા તો વેંચી દીધું હતું. હવે તે એક્ટીવા પણ આપતો ન હોઇ અને રકમ પણ આપતો ન હોઇ કંટાળીને જયેશે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version