Site icon Gujarat Mirror

રિક્ષામાં બેસી મેટોડા જતો યુવાન મોટામવા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ મોત

અકસ્માત સર્જાયો હોવાની આશંકા; પોલીસ તપાસનો ધમધમાટ

શહેરમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતો યુવાન રિક્ષામાં બેસીને મેટોડા જઈ રહ્યો હતો ત્યારે કાલાવડ રોડ પર મોટામવા પાસે જડૂસ હોટલ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.
યુવકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ જાડુસ હોટલ નજીક બ્રિજ પાસે ગુલાબ હીરાભાઈ યાદવ નામનો 42 વર્ષનો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની 108 ની ટીમને જાણ થતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવકનું મોત નીપજ્યું હતું.


પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ યુપીનો વતની હતો અને હાલ મેટોડા જીઆઇડીસીમાં રહેતો હતો. રીક્ષામાં બેસીને જઈ રહ્યો હતો તે દરમિયાન જડૂસ હોટલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટના અકસ્માતની છે કે પછી અન્ય કોઈ તે દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Exit mobile version