Site icon Gujarat Mirror

ભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડી

ઘરબેઠા પાર્ટટાઈમ જોબ કરી, પૈસા કમાવાની લાલચમાં મૂળ મોટા આસંબિયા હાલે મિરજાપર રહેતા 22 વર્ષીય યુવાનને 9.37 લાખ ગુમાવાનો વારો આવ્યો છે. ડિજિટલ ઠગબાજો નવી-નવી તરકીબો અજમાવી વિવિધ લાલચો સાથે નાણાં ખંખેરી લેતા હોય છે, ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.

મૂળ મોટા આસંબિયા હાલે મિરજાપર રહેતો દેવ પ્રિતેશભાઈ મકવાણા ભુજ ખાતે આવેલી આઈઆઈએફએલ ફાયનાન્સ કંપનીમાં નોકરી છે, તેણે આજે બોર્ડર રેન્જ – ભુજની સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ ગત તા. 24/11ના તેના ફોનમાં તે ટેલિગ્રામ એપ પર એક્ટિવ હતો ત્યારે અજાણી આઈ.ડી. પરથી મેસેજ આવ્યો જેમાં પોતે ગૂગલ રિવ્યૂ મેનેજમેન્ટના એચ.આર. મેનેજર હોવાની ઓળખ આપી ગૂગલ મેપ પર હોટેલોને ફાઈવ સ્ટાર રેટિંગ આપી તમે દરરોજ ઘરબેઠા રોજના પાંચ હજાર કમાવી શકશો તેવું જણાવ્યું હતું. લાલચમાં આવી દેવ સહમત થયો હતો અને આ બાદ આરોપીએ ફરિયાદી પાસેથી ઓનલાઈન કામમાં રેટિંગ મેળવીને ફરિયાદીના યુ.પી.આઈ. આઈ.ડી. તથા ક્યુ.આર. કોડ મેળવી લીધા હતા.

આ બાદ આરોપીએ આપેલા ક્યુ.આર. કોડ પર ક્લિક કરતાં બીજી એક ટેલિગ્રામ આઈ.ડી. ઓપન થઈ. આમ દેવ એક પછી એક વિવિધ ગ્રુપ – આઈ.ડી.ના ચક્કરમાં સપાડાઈ ગયો હતો અને તેના ડિજિટલ વોલેટમાં નફો દેખાતાં લાલચમાં આવ્યો હતો. આ બાદ આ અજાણ્યા આરોપીના કહેવા પ્રમાણે 25, 26 અને 27/11ના 14 વિવિધ ખાતામાં કુલ મળીને રૂૂા. 9,37,732 નાખી દીધા હતા. જે રકમ સામાવાળાએ આપેલી ક્રિપ્ટો કરન્સી વોલેટમાં દેખાતી હતી. આ દેવે પૈસા ઉપાડવા વિવિધ પ્રયાસો કર્યા પણ સફળતા ન મળતાં છેતરપિંડી થયાનું ખૂલતાં ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version