Site icon Gujarat Mirror

‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાત


શહેરમાં એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરું છું, આની માટે કોઈ જવાબદાર નથીસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃદ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા ચકાભાઇ ગોબરભાઇ પડાયા નામના 72 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સમયે લોખંડની એન્ગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચકાભાઇ પડાયા અગાઉ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા અને ચકાભાઇ પડાયા પાસેથી નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરૂૂ છું આની માટે કોઈ જવાબદાર નથી તેવી સ્યુસાઇડ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version