ગુજરાત
નવયુગપરામાં સસરાના ઘરે આવેલા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના રામનાથપરાના નવયુગપરામાં સસરાના ઘરે આવેલા મુળ અમરેલીના મેઘાપીપળીયામાં રહેતા યુવાને ઝેરી દવા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. તેમને પત્ની સાથે ઝઘડો થતાં આ પગલું ભરી લીધુ હતું.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના મેઘાપીપળીયા ગામના વતની કિશનભાઇ મોહનભાઇ મકવાણા નામનો 26 વર્ષનો યુવાન બે દિવસથી તેમના પત્ની નેહાબેન સાથે રાજકોટ રામનાથપરાના નવયુગપરામાં રહેતા સસા દિનેશભાઇના ઘરે આવ્યા હતા ત્યારે પત્ની સાથે ચડભડ થતા કિશનભાઇએ ઝેરી દવા પી લેતા તેમને સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. આ મામલે એ ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે કિશનના ત્રણ વર્ષ પહેલા નેહા સાથે પ્રેમલગ્ન થયા હતા. કિશન બે ભાઇ એક બહેનમાં મોટો છે. તેઓ તહેવાર હોય જેથી રાજકોટ આવ્યા હતા. બન્ને કેટરર્સમાં સાથે કામ કરે છે.