Site icon Gujarat Mirror

મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજા

મોરબીથી કેટરર્સનું કામ કરી સામાન ભરી રાજકોટ આવતા ટ્રકના ચાલકને છતર ગામ પાસે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે ટ્રક પલ્ટી જતાં સાત યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં કેટરર્સનું કામ પતાવી રાજકોટ ઝાલાવડીયા કેટરર્સના ગોડાઉનમાં સામાન મુકવા આવતાં ટ્રકના ચાલકને છતર ગામ પાસે ચાલુ ડ્રાઈવીંગે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે પલ્ટી જતાં ટ્રક સવાર સતકવીશ સુહીપરાય (ઉ.20) હરિપ્રસાદ અધિકારી (ઉ.42) હરેન્દ્રસિંહ પરસોતમસિંગ (ઉ.20), પંચમસિંગ શ્રીરામહતસિંગ (ઉ.25), અશોક કાળાભાઈ મકવાણા (ઉ.38) અને એલીસ (ઉ.27)ને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જેતપુરના નવાગઢમાં રહેતી પારૂલબેન હરીભાઈ મણવર નામની 32 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version