Site icon Gujarat Mirror

ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યો

કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા શૈલેષભાઇ વેલજીભાઇ બારૈયા(ઉ.વ.36)એ અગાઉ આપેલા 200 રૂૂપિયા માંગતા દેવરકરણ ભરવાડે પાઇપ વડે મારમારી પગ ભાંગી નાખ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. શૈલેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ હુસેની ચોક પાસે જુના બસસ્ટેન્ડ પાસે ફિરોજ સાથે બેઠેલ હતો અને અમો બંને લુડો રમતા હતા ત્યારે ત્યાં જ બાજુમાં ચાની કેબીન ચલાવતો દેવકરણ ભરવાડ અમારી પાસે આવ્યો હતો.આથી મેં અગાઉના 200 રૂૂપિયા માંગતો હતો.

તે આ દેવકરણ પાસે માંગતા આ દેવકરણ મને ગાળો આપવા લાગ્યો હતો અને ગાળો બોલતો બોલતો પોતાની ચાની કેબીનથી એક પાઇપ લઈને આવ્યો અને મને બંને પગમાં તથા હાથના ભાગે મારવા લાગેલ અને મેં પાઇપ મારવાની ના પાડતા આ દેવકરણ મને પાછળ પીઠના ભાગે પાઇપ મારવા લાગ્યો હતો. આ બનાવની જાણ મારા માતાને થતા તરત જ મારા માતા ત્યાં આવી ગયા હતા અને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ કરતા એએસઆઈ એચ.વી.મારવાળીયાએ તપાસ ચાલુ કરી છે.

Exit mobile version