Site icon Gujarat Mirror

મવડીમાં તાપણું કરી તાપતા યુવાનને પત્ની અને પુત્રએ લાકડીથી માર માર્યો

મવડી વિસ્તારમા આવેલી પંચશીલ સોસાયટીમા રહેતો યુવાન તાપણુ કરીને તાપતો હતો ત્યારે પત્ની પુત્રને સારૂ નહી લાગતા માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમા આવેલી પંચશીલ સોસાયટીમા રહેતો લાખા ખીમજીભાઇ વાઘેલા નામનો 43 વર્ષનો યુવાન સાંજના સમયે ઘરે તાપણુ કરીને તાપતો હતો જે અંગે પત્ની મીનાક્ષીબેન અને પુત્ર આર્યનને સારુ નહી લાગતા લાખાભાઇ વાઘેલાને લાકડી વડે માર માર્યો હતો.

અન્ય બનાવમા કોઠારીયા રીંગ રોડ પર મામા પીરના મંદિર પાસે રહેતી દિપાદેવી જયજયરામ ગૌતમ નામની ર4 વર્ષની પરણીતા અને જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમા રહેતી ભુમીબેન રાહુલભાઇ વાળોદરા નામની 18 વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે બંનેના પતિએ ઝઘડો કરી માર માર્યો હતો મારામારીમા ઘવાયેલી બંને પરણીતા સહીત ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version