થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનને માર પડ્યો

થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકને માર પડયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…

થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકને માર પડયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થોરાળામાં રહેતા ગૌરવ પ્રવિણભાઈ ખીમસુરીયા (ઉ.28) પોતાના ઘર પાસે હતો ત્યારે હિરેન રાઠોડ નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હિેરેન રાઠોડ અને તેના મિત્ર ચેતન વચ્ચે રૂપિયાની લેતી દેતી મુદ્દે ઝઘડો થતાં ગૌરવ છોડાવવા વચ્ચે પડયો હતો. જેથી હિરેને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અન્ય બનાવમાં જુદા જુદા બે સ્થળે બે પરિણીતાએ ફિનાઈલ પી લીધું છે. જેમાં માધાપર ચોકડી પાસે સદ્ગુરૂ પાર્કમાં રહેતી સ્નેહાબેન સુભાષભાઈ ભોગાયતા (ઉ.27)એ પોતાના ઘરે અને કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં રહેતી મિતલબેન ભરતભાઈ ચંદ્રપાલ (ઉ.25)એ હોસ્પિટલ ચોક નજીક ફિનાઈલ પી લીધું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.