Site icon Gujarat Mirror

પુનિતનગરના ટાંકા પાસે બાઈક સાઈડમાં લેવાનું કહેતા યુવકને માર પડ્યો

oplus_32

શીતળાધારમાં સસરા ઉપર જમાઈ સહિતનાં શખ્સોનો પાઈપ વડે હુમલો

શહેરમાં 150 ફુટ રીંગ રોડ ઉપર પુનિતનગર ટાંકા પાસે રસ્તામાં પડેલું બાઈક સાઈડમાં લેવાનું કહેતા યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગરના ટાંકા પાસે ઝુંપડપટ્ીમાં રહેતો દિનેશ દેવરાજભાઈ સાડમીયા નામનો 30 વર્ષનો યુવાન ગેસ સિલિન્ડર ભરાવવા માટે જતો હતો ત્યારે રસ્તામાં આડુ પડેલું બુલેટ સાઈડમાં લેવાનું કહેતાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકનું સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં શિતળાધાર વિસ્તારમાં રહેતાં રાજેશ પ્રસાદ કૈવર નામના 60 વર્ષના વૃધ્ધ રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે જમાઈ જશુ સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version