Site icon Gujarat Mirror

ઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષ

પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં આક્રોશ: પ્રાંત અધિકારીને પાઠવ્યુ આવેદન

ઉના શહેર માં બે દિવસ પહેલા ગીરગઢડા 80 ફૂટ રોડ પર આવેલ મલ્હાર ઢોસાના સંચાલક અને તેમના સ્ટાફ દ્વારા નજીવી બાબતે રાત્રીના સમયે કોળી સમાજના પરિવાર પર ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે કોળી સમાજના દિકરા અને દીકરી પર લાકડા ના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ આ હુમલા માં મલ્હાર ઢોસા ના સ્ટાફે વિરુદ્ધ ઉના પોલીસ માં ફરિયાદ નોંધાવતા આ બાબતે પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ઉના પોલીસ માં મુખ્ય આરોપી મલ્હાર ઢોસા ના માલિક કે સ્ટાફ છે.

તેવું પોલીસ ફરિયાદમાં દર્શાવેલ નહીં હોવાથી.અને જે ઇજાગ્રસ્તો ને ઇજા થયેલ છે તે ઇજા મુજબ ની કલમો નો ઉમેરો કરેલ નહીં કરતાં કોળી સમાજ ની દીકરી ને ગળા ના ભાગે ઈજા કરનાર લોકો એ જે ઇજા કરેલ હોય તે મુજબ ની કલમો નો ઉમેરો ઉના પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી તેવું સ્પષ્ટ દેખાય આવતાં આરોપી પ્રત્યે પોલીસ ની ભુમિકા સામે ઉના શહેર તાલુકા ના સમસ્ત કોળી ઠાકોર સમાજ ના આગેવાનો કાર્યકરો અને મોટીસંખ્યામાં લોકો એ આવેદન પત્ર પ્રાન્ત અધિકારી ને આપી કોળી ઠાકોર સમાજ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે મલ્હાર ઢોસા નો માલિક રાજકીય વગ ધરાવતો હોય તેથી તેને પોલીસ દ્વારા છાવરવામાં આવે છે.

કોળી સમાજના આગેવાનો રસિકભાઈ ચાવડા, મનોજભાઈ બાંભણીયા, પરેશભાઈ બાંભણીયા,અલ્પેશભાઈ બાંભણીયા, સંજયભાઈ બાંભણીયા, મહેશભાઈ બાંભણીયા સહિત ના કોળી સમાજ ના 300 થી વધુ લોકો એ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આ સમગ્ર ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ ની માંગણી કરેલ છે સાથે સવાલ પણ ઉઠાવેલ છે કે કે મારામારી ની ઘટના સરા જાહેર કરવામાં આવી હોય અને ફરિયાદ બાદ આરોપી ની કાર પોલીસે કબજે કરેલ અને બીજા દિવસે કાર ને મુકત કરવામાં આવેલ અને ફરિયાદ માં કાર નો ઉલ્લેખ પણ કરેલ નથી અને મલ્હાર ઢોસા માંની બહાર કે જ્યાં મારામારી ની ઘટના બની ત્યાં સી.સી.ટી.વી કેમેરા હોવા છતાં પોલીસ દ્વારા સી સી ટીવી પણ કબજે કરવામાં આવેલ નથી આ હુમલાની ઘટનાની તટસ્થ તપાસની માંગણી કરેલ અને આરોપી સામે કડક પગલા ભરવાની પણ માંગણી કરેલ હતી.

Exit mobile version