Site icon Gujarat Mirror

મહિકા નજીક ગાંઠની બિમારીથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા નજીક રહેતા યુવાને ગાંઠની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ મહિકા મેઇન રોડ પર જેકે રેસીડેન્સીમાં રહેતા જયસુખ બચુભાઇ પરાલીયા (ઉ.વ.37)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક જયસુખભાઇ ત્રણભાઇમાં મોટો અને ગાડી ઉતારવાનુ કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અગાઉ ગાડી ઉતારતી વેળા લાગી જતા તેને ગાંઠ થઇ હતી. જેથી ગાંઠની બિમારીના દુખાવાથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version