Site icon Gujarat Mirror

રૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધું

oplus_2097184

શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ંખસેડવામાં આવ્યા હતો.

પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૂખડીયાપરા વિસ્તારમાં રહેતો આરીફ નુરહુસેનભાઇ શેખ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના 11 વાગ્યના અરસામાં જ્યુબેલી શાક માર્કેટ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતુ યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એડીવીઝન પોલીસને જાણ કરતા એડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સારવાર લઈ રહેલા યુવકનું નિવેદન નોંધ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આરીફ શેખ શાકભાજી વેંચી પરિવારનુ ગુજરાન ચલાવે છે. આર્થિક ભીસથીં કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં રાજકોટના હડમતીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા પરિવારની સગીરા બપોરના સમયે મગફળીમાં ઝેરી દવાનો છટકાવ કરતી હતી ત્યારે સગીરાને શ્ર્વાસમાં ઝેરી દવા ચડી જતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ હતી.

Exit mobile version