Site icon Gujarat Mirror

પડધરી પોલીસ સ્ટેશન પાસે મેટોડાના યુવાનનો આપઘાતનો પ્રયાસ

પડધરીનાં મેટોડા ગામે પેવર બ્લોકનાં ચાલતા કામને લઈ ઘર પાસે શેરીમાં બાવળની ડાળખી નાંખવાના મુદ્દે પરિવાર વચ્ચે મારામારી થતા આ મામલે પડધરી પોલીસ ફરિયાદ નહી લેતા યુવાને પોલીસ મથક પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો છે. આ મામલે પોલીસે સામસામે અરજી લઈ તપાસ શરૂૂ કરી હતી.પડધરીનાં મેટેડા ગામે રહેતાં શારદાબેન લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.50)એ તેના પુત્ર વિશાલ અને દીયર રાજુ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગામનાં મેઈન બજારમાં બ્લકનું કામ ચાલતુ હોવાથી તેના ઘર તરફનો રસ્તો વાહનો માટે ડાઇવર્ટ કરાયો હતો. વાહનોની સ્પીડ વધારે હોવાથી રસ્તા પર બાવળની ડાળી મુકી હતી.

આ સમયે તેના પુત્ર વિશાલ અને દીયર રાજુએ ડાળી હટાવી લેવાનું કહીં ગાળો દઈ ધમકી આપી મારકુટ કરી હતી. બીજી તરફ ઘટનાને લઈ રાજુ વાઘેલાએ પડધરી પોલીસ મથક પાસે ફિનાઇલ પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સામસામે અરજી લેવાઈ હતી. તેમજ તપાસ બાદ એક બાદ એક ગુના દાખલ કરવાની કવાયત શરૂૂ કરાઇ હતી. પરંતુ રાજુ વાઘેલાએ ફિનાઈલ પી લીધું હતું. આ બનાવ અંગે પડધરી પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version