જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા ઝાડેશ્વર મહાદેવ મંદિર પાસે કફ સિરપ જેવી દવા પીધા બાદ તબિયત લથડતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા ઝાડેશ્વર મહાદેવ મંદિર પાસે કફ સિરપ જેવી દવા પીધા બાદ તબિયત લથડતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

પોલીસમાં નોંધાયેલી અકસ્માત મોતની જાહેરાત મુજબ, જામજોધપુરના તાલુકા પંચાયત પાછળ ગંજીવાડા વિસ્તારમાં રહેતા રાજ ઉર્ફે ભોલો સુરેશભાઈ મકવાણા (ઉ.વ. 22)એ ગત તા. 2 નવેમ્બરના રોજ રાત્રે કોઈ સમયે પોતાની મેળે કફ સિરપ જેવી દવા પી લીધી હતી. ત્યારબાદ તેની તબિયત બગડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ ચિરાગભાઈ ઉર્ફે લાલો સુરેશભાઈ મકવાણાએ જામજોધપુર પોલીસને જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.તપાસ જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા ચલાવી રહ્યા છે.