ભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

ભગવતીપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયાં કારણસર આ પગલું ભર લીધું તે…

ભગવતીપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયાં કારણસર આ પગલું ભર લીધું તે જાણી શકાયું નથી. જયારે ક્રિસ્ટલ મોલ પાસે રહેતી યુવતી ઉંઘની વધુ પડતી ટીકડી પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરામાં ભારત પાન સામે રહેતા સદામ મહેબુબભાઇ અંસારી (ઉ.વ.28)નામના યુવાને ગઇકાલે સાંજના સમયે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂૂરી કાર્યવાહી કરી હતી. યુવાન એક ભાઇ બે બહેનના પરિવારમાં વચેટ અને કુંવારો છે.યુવાન સીઝનલ ધંધો કરે છે. યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું નથી.

જયારે અન્ય એક બનાવમાં ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા ક્રિષ્ના કોમ્પેકસમાં રહેતી મનિષા પાલાભાઇ બેડવા (ઉ.વ.21)નામની યુવતીએ ગઇકાલે સાંજના ઉંઘની વધુ પડતી ટીકડી ખાઇ લેતા તેની તબીયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.