જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. મૃતક સાહિલ કિશનભાઈ વઘેરા (ઉ.વ. 22), રહે. ચામુંડા પ્લોટ, ધ્રોલ, આશરે આઠ મહિના પહેલાં તેમની સગાઈ તૂટી ગઈ હતી. આ બાબતે તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન તેમના પિતાએ આ મુદ્દે ઠપકો આપતા તેઓ વધુ વ્યથિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
આ બનાવ કેશિયા ગામ નજીક આવેલા 66 કે.વી. સબ સ્ટેશન વિસ્તાર પાસે બન્યો હતો. જોડીયા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂૂ કરી છે. જામનગરના મયુરવાટિકા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક નેપાળી મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મૃતક શારદાબેન તેજસભાઈ ઠાપા (ઉ.વ. 35), મૂળ નેપાળના રહેવાસી અને હાલ મયુરવાટિકા વિસ્તાર પાસે ઝૂંપડામાં રહેતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી માનસિક બિમારીથી પીડાતા હતા. બિમારીના કારણે પરેશાન થઈ તેમણે ઝૂંપડામાં લાકડાના હાથા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 હેઠળ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં બીમારીથી પરેશાન સફાઇ કામદારે જીવન ટૂંકાવ્યુ
જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા એક 42 વર્ષીય સફાઈ કામદારે માનસિક બિમારી અને લાંબા સમયથી ચાલી રહેલી તબિયતની સમસ્યાથી કંટાળી આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક વિજયરાજ રમેશચંદ્ર મકવાણા (ઉ.વ. 42), રહે. મહાવીરનગર, નીલકંઠ સ્કૂલ સામે, જામનગર, બે માસ અગાઉ ઘરે પડી જતા તેમના પગમાં ઇજા થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારથી તેઓ બેડ રેસ્ટ પર હતા. લાંબા સમય સુધી ઘરમાં રહેવાના કારણે તેઓ માનસિક રીતે પરેશાન રહેતા હતા અને સારવાર પણ ચાલી રહી હતી. બિમારીથી કંટાળી તેમણે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ નાવ અંગે મૃતક ના મોટા ભાઈ અજયભાઈ રમેશભાઈ મકવાણા એ પોલિસ ને જાણ કરતાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂૂ કરી છે.
