Site icon Gujarat Mirror

મોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોત

પંચર કરતી વેળા ટાયર ફાટતા લોખંડની રીંગથી ગંભીર ઈજા પહોંચી

રાજસ્થાની ટ્રક ચાલક જુના નાગડાવાસ ગામ નજીક ટ્રકના ટાયરનું પંચર કરાવ્યા બાદ ટાયર ફીટ કરતો હતો ત્યારે ટાયર ફાટતા લોખંડની રીંગ શરીરે લાગતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું.

રાજસ્થાનના અજમેર જીલ્લાના વતની કાલુસિંહ તુલસાસિંહ રાવત (ઉ.વ.26) નામના ટ્રક ચાલક ગત તા. 09 ના રોજ મોરબીના જુના નાગડાવાસ ગામ નજીક બંસી હોટેલ ગ્રાઉન્ડમાં પંચરની દુકાને પંચર કરાવી ટ્રકનું ટાયર ટ્રકમાં ફીટ કરતા હતા ત્યારે ટાયર ફાટતા લોખંડ રીંગ શરીરે વાગતા ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મોરબી સિરામીક કારખાનામાં શ્રમિકનો ફાંસો ખાઈ આપઘાત
ઓડીશાના વતની શ્રમિક યુવાનને કામ ધંધો મળતો ના હોવાથી કંટાળી ફેક્ટરીની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મૂળ ઓડીશાના વતની હાલ મોરબીના લખધીરપુર રોડ પરની સોરીસો સિરામિક લેબર કોલોનીમાં રહેતા ક્લેમ્બર સમ્યા મુરમુ (ઉ.વ.26) નામના યુવાને લેબર કોલોનીમાં રૂૂમની બારીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને કાઈ કામધંધો મળતો ના હતો જેથી કંટાળી જઈને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Exit mobile version