પોલીસ હેડકવાર્ટરમાં નવનિર્મિત રાઇફલ શૂટિંગ વિભાગમાં વાયરિંગ કરતાં યુવકનું વીજશોકથી મોત

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં નવનિર્મિત ફાયફલ શૂટિંગ વિભાગમાં મોડી રાત્રે ઈલેક્ટ્રીક કામ કરતા યુવકને વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકનું મોત નીપજતા પરિવારમાં…

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં નવનિર્મિત ફાયફલ શૂટિંગ વિભાગમાં મોડી રાત્રે ઈલેક્ટ્રીક કામ કરતા યુવકને વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં રહેતા પાર્થ મનસુખભાઈ ચૌહાણ નામનો 25 વર્ષનો યુવાન પોલીસ હેડ ક્વાર્ટરમાં નવનિર્મિત રાયફલ શૂટિંગ વિભાગમાં રાત્રિના બે વાગ્યાના અરસામાં ઈલેક્ટ્રીક કામ કરતો હતો તે દરમિયાન વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી પાર્થ ચૌહાણને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવાર અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પાર્થ ચૌહાણ મૂળ પોરબંદરના ગોરાણા ગામનો વતની હતો. પાર્થ ચૌહાણ બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને અપરણિત હતો વર્ષોથી રાજકોટમાં રહેતા પાર્થ ચૌહાણના પિતા મનસુખ ચૌહાણ ફર્નિચરનું કામ કરે છે જ્યારે પાર્થ ચૌહાણ ઈલેક્ટ્રીક કામ કરતો હતો પોલીસ હેડ ક્વાર્ટરમાં નવનિર્મિત રાયફલ શૂટિંગ વિભાગમાં મધરાત્રે પાર્થ ચૌહાણ ઇલેક્ટ્રિક કામ કરતો હતો ત્યારે વીજશોક લાગતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.