Site icon Gujarat Mirror

જય ભીમનગરમાં પાણીની ઇલેક્ટ્રિકટ મોટર ચાલુ કરતા યુવકનું વીજ શોકથી મોત

શહેરમા નાના મવા રોડ પર આવેલા જય ભીમનગરમા રહેતો યુવાન પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા પ્લગમા પીન ભરાવતો હતો ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા યુવકનુ મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા રોડ પર આવેલા જય ભીમનગરમા રહેતો નરશી પાલાભાઇ રાઠોડ (ઉ.વ. 30) સાંજનાં ચારેક વાગ્યાનાં અરસામા પાણીની ઇલેકટ્રીક મોટરનો વાયર પ્લગમા ભરાવતો હતો. વીજ શોક લાગ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમા નાનો અને અપરણીત હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમા મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી નજીક આશરે 4પ વર્ષનો યુવાન ટ્રેન હડફેટે ચડી જતા મોત નીપજયુ હતુ પોલીસે મૃતક યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. બનાવ અકસ્માતનો કે આપઘાતનો તે દિશામા તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version