Site icon Gujarat Mirror

કિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં લીફટમાં માથું આવી જતાં તરૂણનુ મોત

oplus_2097184

શહેરની ભાગોળે વધુ એક દુર્ઘટનાં સર્જાય છે આ ઘટનામા રાજકોટની ભાગોળે ભાવનગર રોડ પર કિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા આવેલા મયુર ટાઇમ્સ નામનાં કારખાનામા કાકાને મળવા પહોંચેલા 1પ વર્ષનાં ભત્રીજાનુ માથુ લીફટમા આવી જતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ . આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આ સમયે 108 નાં તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો તેમજ પોલીસે કાગળો કરી તરુણ મૃતદેહને સિવીલ હોસ્પીટલ પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો.

વધુ વિગતો મુજબ મુળ રાજસ્થાનનાં વતની અને હાલ પાચેક દિવસ પહેલા કાકા વિક્રમભાઇ માજીરામનાં ઘરે આવેલો 1પ વર્ષનો તરુણ નરપતકુમાર મેઘારામ માજીરામ આજે સવારે કિશાન ગૌશાળાની પાછળ યાત્રાન પાર્કમા આવેલી રામનાથ ઇન્ડસ્ટ્રીઝમા આવેલા મયુર ટાઇમ્સ નામનાં ઘડીયાલનાં કારખાનામા તેમનાં કાકા વિક્રમભાઇને મળવા ગયો હતો . આ સમયે તેમનુ માથુ લીફટમા આવી જતા તે ઘટના સ્થળે શ્ર્વાસ રૂંધાવાને કારણે મોત નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા કારખાનાનાં માલીકે તુરંત 108 ને જાણ કરી હતી . 108 નાં સ્ટાફે બાળકને મૃત જાહેર કર્યો હતો.

અને પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ સમયે પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો છે મૃતક નરપતકુમાર 4 ભાઇમા નાનો હતો. તેમનાં પિતા હયાત નથી. અને તેમનાં કાકા વિક્રમભાઇનાં જણાવ્યા મુજબ ભત્રીજો નરપત પાંચ દીવસ પહેલા જ રાજસ્થાનથી આટો મારવા રાજકોટ આવ્યો હતો. અને તેમનાં ઘરે રોકાયો હતો. આજે સવારે કારખાને મળવા આવ્યો ત્યારે આ દુર્ઘટનાં સર્જાય હતી . તરુણનાં મોતથી રાજસ્થાની પરીવારમા શોક છવાઇ ગયો છે.

Exit mobile version