મોરબીના જૂના નાગડાવાસ નજીક ટ્રકનું ટાયર ફાટતા રિંગ વાગતા યુવાનનું મોત

શનાળા પાસેની સિરામીકમાં ટાઇલ્સ તૂટવા બાબતે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા સામે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે ટ્રકનું…

શનાળા પાસેની સિરામીકમાં ટાઇલ્સ તૂટવા બાબતે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા સામે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે ટ્રકનું ટાયર ટ્રકમાં ફિટ કરતી વખતે ટાયર ફાટતા લોખંડની રીંગ શરીરે વાગતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના વતની કાલુ સિંહ તુલસાસિંહ રાવત (ઉ.વ.26) નામનો યુવક મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા સામે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે પંચર કરાવી ટ્રકનું ટાયર ટ્રકમાં ફીટ કરવા ટાયર પાસે જતા ટાયર ફાટતા ટાયરમાં રહેલ લોખંડની રીંગ શરીરે વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

મોરબી શનાળા બાયપાસ નીલકંઠ પાર્ક કૈલાસ હાઈટમા રહેતા હિતેશભાઈ રામજીભાઈ કાચરોલાએ આરોપી જગદીશ બ્રીજેશ યાદવ, ભગતરામ ઉર્ફે વિનય લખન યાદવ, તથા પર્વત અમરસિંહ વસુનીયા રહે. ત્રણે લેવીન્જા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રંગપર ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના માસી જી ના દિકરા હસમુખભાઈ ઉર્ફે હિરેન રમણીકભાઈ કંટારીયા તેમની લેવીન્જા સીરામીક કારખાનામાં બેલ્ટ જામ થઈ જતા લાઈન ઓપરેટર જગદિશ બ્રીજેશ યાદવ ટાઈલ્સ કાઢતા હતા જેમા એક ટાઈલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા જગદિશ તથા ભગતરામ ઉર્ફે વિનય પોતાના હાથમા લોખંડ ની પાઈપ લઈ તથા પર્વત અમરસિંહ વસુનીયા એમ ત્રણેય આવી હસમુખભાઈ ઉર્ફે હિરેને લોખંડના પાઈપ થી આડેધડ ઘા મારી તથા ઢીકાપાટુનો માર મારી હસમુખભાઈ ઉર્ફે હિરેન ને માથામાં હેમરેજ તથા જમણા હાથમા કાડા થી ઉપર તથા છેલ્લી આંગળીમા ફેક્ચર જેવી ઈજાઓ કરી હોવાથી યુવકને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોય તેમજ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇગજ કલમ 118(2), 117 (2), 54 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ હરીગુણ રેસીડેન્સી જાનકી હોમ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 501 માં જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂૂપિયા 1,10,000 નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી -2 ફલેટ નં.501 જાનકી હોમ્સ એપાર્ટમેન્ટ હરીગુણ રેસીડેન્સીમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-6 આરોપીઓ કલ્પેશભાઇ વાસુદેવભાઇ અઘારા (ઉ.વ.32) રહે.જાનકી હોમ્સ ફલેટનં.501 હરીગુણ રેસીડેન્સી મોરબી, મેહુલભાઇ લાભુભાઇ દેત્રોજા (ઉ.વ.34) રહે. મહેન્દ્રનગર આનંદનગર ઈગૠ પંપવાળી શેરી મોરબી, રાજેશભાઇ સવજીભાઇ ફુગશીયા (ઉ.વ.45) રહે.હરીપાર્ક રેસીડેન્સી વિધ્યુતનગર મોરબી, ઉમંગભાઈ ભીખાભાઈ લોરીયા (ઉં.વ.29) રહે, મહેન્દ્રનગર ધર્મમંગલ-2 શેરી નં.ર મોરબી, મહેશભાઇ તળશીભાઈ કાવર (ઉ.વ.37) રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ-ર શેરી નં.ર મોરબી, હરેશભાઇ ઓધવજીભાઇ ફેફર (ઉ.વ.27) રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ-ર શેરી નં.ર મોરબીવાળાને રોકડા રૂૂ.1,10,000/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4.5 મુજબ ગુન્હો દાખલ કરેલ છે.