Site icon Gujarat Mirror

રાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજા

ભાઇ-બહેનને ઠોકરે લીધા બાદ ટ્રકચાલક ભાગ્યો અને બાઇક, કાર અને છેલ્લે ક્ધટેનર સાથે અકસ્માત સર્જ્યો

અકસ્માત સર્જનાર ટ્રકચાલકની હાલત ગંભીર, અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટ્યા

રાજકોટમાં ડમ્પર અને ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેમાં અવાર નવાર અકસ્માત સર્જતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ ઉપર કાળ બનીને ત્રાટકેલા દારૂડિયા ટ્રકચાલકે અકસ્માતની હારમાળા સર્જી હોય તેમ મોરબી રોડ જકાતનાકા પાસે રોડ ક્રોસ કરીને ફૂટપાથ પર ઉભેલા પિતરાઈ ભાઈ-બહેનને ઠોકરે ચડાવી સગીરનું મોત નિપજવ્યું હતું.

અકસ્માત સર્જી ભાગેલો ટ્રક બેડી ચોકડી પાસે બાઇક ચાલક અને કાર ચાલક સાથે અથડાયા બાદ કેમિકલ ભરેલા ક્ધટેનર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગે બિ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ, ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ પર જઈ રહેલા ટ્રક ચાલકે દારૂૂના નશામાં ત્રણથી ચાર સ્થળે અકસ્માત સર્જ્યો હતો જેમાં મોરબી રોડ જકાતનાકા નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ સામે અર્જુન પાર્ક નજીક ઝુપડપટ્ટીમાં રહેતા કુંજલબેન જીવણભાઈ વાઘેલા (ઉ.વ.20) અને તેનો પિતરાઈ વિજય ભીખાભાઈ વાઘેલા (ઉ.વ.15) રોડ ક્રોસ કરી ફૂટપાથ ઉપર ઉભા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે ફુટપાથ ઉપર ઉભેલા પિતરાઇ ભાઈ બહેનને ઠોકરે ચડાવ્યા હતા.

અકસ્માત સર્જી ટ્રક ચાલક રાજેશનાથ કનુનાથ નાથબાવા (ઉ.વ.30, રહે કચ્છ) રોંગ સાઈડમાં ટ્રક લઈને ભાગ્યો હતો અને બેડી ચોકડી નજીક નજીક એક બાઇક ચાલક અને કાર ચાલકને ઠોકરે લીધા બાદ આગળ જઇ રહેલા કેમિકલ ભરેલા ક્ધટેનર સાથે ટ્રક અથડાવી અકસ્માત સર્જાયો હતો ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માતમાં ઘવાયેલા પિતરાઈ ભાઈ બહેન અને ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા વિજય વાઘેલાને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે જ્યારે અકસ્માતમાં ઘવાયેલી કુંજલબેન વાઘેલા અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ટ્રક ચાલક પણ જીવણ મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલક રાજેશનાથ નાથબાવા દારૂૂ પીધેલી હાલતમાં ટ્રક લઈ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ જકાતનાકા તરફ જતો હતો.ત્યારે પિતરાઈ ભાઈ બહેનને ઠોકરે ચડાવી બહેનની નજર સામે જ ભાઈનું મોત નીપજાવ્યું હતું અને જીવલેણ અકસ્માત સર્જી ભાગેલા ટ્રક ચાલક રાજેશનાથ નાથબાવાએ બેડી ચોકડી ફરી ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા કેમિકલ ભરેલા ક્ધટેનર સાથે અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂૂ કરી છે. મૃતકના બે ભાઈ અને તેમના માતાપિતાનું અગાઉ અવસાન થયું હતુ અને હાલ એક ભાઈ અને એક બહેન તેમના પરિવાર સાથે રહેતા હતાં.

Exit mobile version