મકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોત

  મોરબીના મકનસર ગામ પાસે રોડક્રોસ કરવા ઉભેલા એક યુવાનને ડમ્પરે હડફેટે લેતા તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો જ્યાં એક ટ્રક ટ્રેઇલર તેના માથા…

 

મોરબીના મકનસર ગામ પાસે રોડક્રોસ કરવા ઉભેલા એક યુવાનને ડમ્પરે હડફેટે લેતા તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો જ્યાં એક ટ્રક ટ્રેઇલર તેના માથા પર ફરી વળતા યુવાનનું મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી ગુનાકારા સનાતનદાસ અને હરેક્રિષ્ના જૈના બંને મકનસર ગામ પાસે મોરબી વાંકાનેર હાઈવેનાં ડીવાઇડર પર રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે મોરબી તરફથી પૂર ઝડપે આવતા ડમ્પર GJ-03-BT-0489 ના ચાલકે કાબુ ગુમાવતા હરેક્રિષ્ના નામના યુવાનને હડફેટે લેતા તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો, જ્યાં વાંકાનેર તરફથી આવતું ટ્રક ટ્રેલર GJ-05-BT-3187 વાળું તેના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.