શાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

શાપર-વેરાવળમાં રહેતા યુવાને છાતીના દુ:ખાવાથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…

શાપર-વેરાવળમાં રહેતા યુવાને છાતીના દુ:ખાવાથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, મુળ બાબરા પંથકના વતની અને હાલ શાપરમાં રહેતા અને હિરાઘસી પરિવારનું ગુજરાન ચલાવતાં અશોક ગોવિંદભાઈ વાળા નામના 37 વર્ષના યુવાને છેલ્લા પાંચ મહિનાથી છાતીના દુ:ખાવાથી કંટાળી અંતે ઝેરી દવા પી લીધી હતી.

યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. આ ઉપરાંત બીજા બનાવમાં જસદણના જુના પીપળીયા ગામે રહેતી લીલાબેન વિજયભાઈ પરમાર નામની 25 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર બિમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.