ગુજરાત
પડધરીના હરીપર ખારીમાં દંપતી વચ્ચે ડખો થતાં યુવાને કર્યુ વિષપાન
પડધરી તાલુકાના હરીપર ખારી ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમિક દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના હરીપર ખારી ગામે ખેતમજુરી કરતા તાનશીંગ હરીપ્રસાદ ડુડવા નામનો 38 વર્ષનો યુવાન રાત્રીના 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે નજીવા પ્રશ્ર્ને પત્ની સાથે ઝઘડો થયો હતો. યુવકને માઠુ લાગતા ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારાના ગજેડી ગામે રહેતા નંદરામ ચુનીરામ ભીલ નામના 22 વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.