Site icon Gujarat Mirror

ભગવતીપરામાં મોબાઇલમાં મશગુલ યુવાન બીજા માળેથી નીચે પટકાયો

oplus_2097152

શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતો યુવાન બીજા માળે મોબાઇલમા વાત કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને બેઠકનાં ભાગે અને પગમા ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામા રહેતો હિતેશ હરીભાઇ રાઠોડ (ઉ.વ. 38) રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાનાં અરસામા પોતાના ઘરે હતો ત્યારે મોબાઇલમા વાત કરતી વેળાએ અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને બેઠકના ભાગે પતરુ ઘુસી ગયુ હતુ અને પગમા ઇજા પહોંચી હતી. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.

બીજા બનાવમા પુનીતનગર ખોડીયાર સોસાયટીમા રહેતા દિપકભાઇ પ્રવીણભાઇ વિસપરા (ઉ.વ. 47) નામના પ્રૌઢ રાત્રીના રેસકોર્સ અંદર આર્ટ ગેલેરી પાસે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર બીમારીની વધુ પડતી દવા ઝેરી દવા સાથે ભેળવી પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા.

Exit mobile version